મોરબીમાં કચરાના ઢગમાં આગ લાગતા જુનું મોટરસાયકલ બળીને ખાખ

મોરબી પંથકમાં આગના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક આગનો કિસ્સો નોંધાયો હતો જેમાં સરદાર બાગ નજીક લાગેલી આગ પર ફાયરની ટીમે કાબુ મેળવ્યો હતો.

શનાળા રોડ પરના સરદાર બાગ પાસે કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી જે આગની ઝપેટમાં નજીકમાં પડેલું જુનું મોટરસાયકલ આવી જતા મોટરસાયકલ બળીને ખાખ થયું હતું તેમજ નજીકનું વૃક્ષ પણ આગની લપેટમાં આવ્યું હતું

જોકે ફાયરની ટીમને જાણ કરાતા સમયસર આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેથી વૃક્ષ બચી ગયું હતું તો કચરાના ઢગમાં આગ લાગતા કોઈ નુકશાની કે જાનહાની થઇ ના હતી પરંતુ જુનું એક ઘણા સમયથી પડેલું મોટરસાયકલ બળી ખાખ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

 

Comments
Loading...
WhatsApp chat