


મોરબીના સામાકાંઠે કામ કરતી વેળાએ શ્રમિક યુવાન પાંચમાં માળેથી નીચે પટકાયો હતો જેને ઈજાઓ પહોંચતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.
મોરબીના સામાકાંઠે આવેલા ઉમા ટાઉનશીપમાં હાલ મજુરી કરતો મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી યુવાન અનંતસિંગ દવાનસિંગ ઘેડીયા (ઊ.વ.૨૦) નામનો શ્રમિક યુવાન આજે બપોરના સુમારે કામ કરતી વેળાએ પાંચમાં માળેથી નીચે પટકાયો હતો જેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત થયું હતું. બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ બી ડીવીઝન પોલીસના ઈમ્તિયાઝ જામ ચલાવી રહ્યા છે.

