સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સ્ટડી ટુર માટે એક માત્ર ધારાસભ્ય બ્રિજેશ મેરજાની પસંદગી



સમગ્ર સૌરાષ્ટ્ર માંથી નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર રૂરલ ડેવલોપમેન્ટમાં સ્ટડી ટુર માટે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની પસદગી કરવામાં આવી છે.
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર રૂરલ ડેવલોપમેન્ટમાં સ્ટડી ટુર માટે પસંદગી કરવામાં આવી છે.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોરબીના એક માત્ર ધારાસભ્યની પસંદગી કરવામાં આવતા મોરબી-માળિયા વિસ્તાર માટે ગૌરવરૂપ છે.
ધારાસભ્ય તરીકે સતત કાર્યશીલ રહેતા અને વ્યાપક લોક સંપર્ક કેળવી પ્રજાના પ્રશ્નોને વાચા આપતા બ્રિજેશ મેરજાની પસંદગી યથાર્થ છે.આવતીકાલ થી તા.૧૧ સુધી બ્રિજેશ મેરજા આ સ્ટડી ટુર માટે હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થામાં ટ્રેનીંગ મેળવશે.

