મોરબી જિલ્લામાં દારૂબંધીના લીરે લિરા, 7 મહિલા સહિત 13 ઈસમો ઝબ્બે  

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રોજ બરોજ દારૂ અંગેના કેસ નોંધાઇ રહ્યા છે. મોરબી જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. જીલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે. જ્યાં તાજેતરમાં 13 સ્થળોએ દેશી દારૂ વેંચતા ઈસમો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી રજીયાબેન જુસબભાઇ કટીયા લાતી પ્લોટ શેરી નં.૩માં વેચાણ કરવાના ઇરાદે દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્લાની કોથળી આશરે ૨૦૦ મીલી ની નંગ-૪૦ દારૂ લીટર-૮ કી.રૂ.૧૬૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી. બીજા કિસ્સામાં ટંકારામાં મહિલા આરોપી નિરૂબેન ગોરધનભાઇ સાડમીયા મિતાણા વાલાસણ રોડ આકૃતી કારખાના પાસે દેશી દારૂ લીટર-૦૫ કિ.રૂ.૧૦૦/૦૦ નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી મળી આવી હતી.

ત્રીજા કિસ્સામાં મોરબીમાં આરોપી દિલીપભાઈ ગુણપતભાઈ અગ્રાવત  લીલાપર રૉડ પાણીના ટાંકા પાસે પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લાની કોથળી ઓ નંગ-૨૫ દેશી દારૂ લી.-૫ કિ રૂ-૧૦૦/-નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખતા મળી આવ્યો હતો. ચોથા કિસ્સામાં મોરબીમાં આરોપી વીકીભાઈ રમેશભાઈ સિંધવ નાની વાવડી કબીર આશ્રમની પાસે સ્મશાન નજીક જાહેરમા પોતાના કબ્જામા કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૪૪ દેશી દારૂ લી.૦૯ કિ.રૂ.૧૮૦/- નો મુદામાલ વેચાણ કરવા અર્થે રાખી મળી આવ્યો હતો.

પાંચમા કિસ્સામાં મોરબીમાં આરોપી સંજયભાઇ મનસુખભાઇ વાઘેલા શકત શનાળા સ્મશાન પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૬ કી. રૂ.૧૨૦/- નો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો. છઠ્ઠા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી વજીબેન હેમુભાઇ પોપટભાઇ સનુરા ઘુટુ રોડ ત્રાજપર ખારી જવાના નાકા પાસે કેફી પ્રવાહિ દેશી પીવાનો દારૂની ૨૫૦ મીલીની કોથળીઓ નંગ-૧૨ દારૂ લીટર-૦૩ કીં રૂ.૬૦/- નો પોતાના કબ્જામાં રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી.

સાતમા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી હફીજાબેન રફીકભાઇ બ્લોચ  વીશીપરા ફુલછાબ કોલોની મસ્જીદ વાળી મેઇન શેરીમાં દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ કપડાની થેલીમા ૨૫૦ મી.લી ની ક્ષમતા વાળી પ્લાની કોથળીયો નંગ-૨૪ કુલ દારૂ લીટર-૦૬ કી.રૂ.૧૨૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો. આઠમા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી જયાબેન કાનજીભાઇ પીપળીયા ત્રાજપર ખારી રામકુવા રોડ પાસે  દેશી પીવાના દારૂ જેવુ કેફી પ્રવાહી ભરેલ પ્લાની કોથળી આશરે ૨૫૦ મીલી ની નંગ-૨૦ દારૂ લીટર-૦૫ કીમત.રૂ.૧૦૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી.

નવમા કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી સોમીબેન ઘોઘાભાઈ વરાણીયા ત્રાજપર,ચોરા પાસે  દેશી પીવાના દારૂ જેવુ પ્રવાહી ભરેલ આશરે ૨૫૦ મીલી ની પ્લા. ની કોથળી નંગ-૧૨ દારૂ લીટર-૦૩ કી.રૂ.૬૦/- નો રાખી રેઇડ દરમ્યાન મળી આવી હતી. દસમા કિસ્સામાં મોરબીમાં આરોપી કીશનભાઈ લાલજીભાઈ સરવૈયા  લાલપર ગામ ની સીમ પાવર હાઉસ પાછળ પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૯૦ દેશીદારૂ લી-૧૮ કિ.રૂ. ૩૬૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

અગિયારમા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી ગભરૂભાઇ જવેરભાઇ માથાસુર્યા  ઢુવા માટેલ રોડ વીકાસ હોટલ પાછળ પોતાના કબ્જા ભોગવટાવાળા ઝુપડામા ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી ભરેલ બાચકાઓ નંગ-૪ જેમાં આસરે ૦૫ લીટરની ક્ષમતાવાળી પ્લા.ની કોથળી નંગ-૨૯ જેમા કુલ કેફી પ્રવાહી દેસી દારૂ આસરે લીટર-૧૪૫ કિંમત રૂપીયા-૨૯૦૦/-ના મુદ્દામાલ સાથે વેચાણ કરવાના ઇરાદે મળી આવ્યો હતો. બારમા કિસ્સામાં ટંકારામાં આરોપી ભાણજીભાઇ ઉર્ફે ભાણીયો ભાણાભાઇ વાધેલા  રીલાયન્સ પેટ્રોલપંપ સામે પવન કોટન જીન ની બાજુમાં ઝુપડા પાસે પોતાના કબ્જામા એક પ્લા.ની થેલીમાં નાની પ્લા.ની આશરે ૨૦૦મીલી દેશી દારુ ભરેલ કોથળીઓ નંગ-૨૫ લીટર આશરે ૦૫ જેની કી.રુ.૧૦૦/-નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવ્યો હતો.

તેરમા કિસ્સામાં ટંકારામાં મહિલા આરોપી કુંજલબેન રોહિતભાઈ જખાણીયા ખાખરા ગામ પાસે દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે પોતાના કબજા મા એક કાપડની થેલીમા દેશી દારુ આશરે લીટર ૦૫ કિ.રૂ. ૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી જાહેરમાંથી મળી આવી હતી.

આ 13 કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat