મોરબી: જિ. પંચાયત ખાતે ક્રેડીટ કેમ્પમાં ૨૪૦ સખી મંડળોને કુલ રૂ ૩૬૧ લાખની લોન મંજૂર કરાઈ

- સ્વ-સહાય જૂથ માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરાયું

મોરબીમાં આજે સવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. જેમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઇ પડસુંબીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જ્યાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન યોજના અંતર્ગત ક્રેડીટ કેમ્પમાં ૨૪૦ સખી મંડળોને કુલ રૂપિયા ૩૬૧.૦૦ લાખ રકમની સી.સી. લોન મંજૂર કરવામાં આવ્યું હતું, તેમજ ૨૨૩ સખી મંડળોને ૩૪૪.૦૦ લાખ રકમની સી. સી.લોન ધિરાણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ગઈકાલે PMની સૂચના અનુસાર યોગ કરવા માટે જિલ્લાભરના હોદેદારો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા. જયારે આજના કાર્યક્રમમાં નિમંત્રણ પત્રિકામાં નામ લખ્યું હોવા છતાં અને તેમની ફરજના ભાગ રૂપે હાજરી આપવાને બદલે મોટાભાગના મહાનુભાવો ગેરહાજર રહેતા કુતુહલ સર્જાયું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગ્રામિણ વિસ્તા સંગઠિત કરીને તેમની બચત શા જોડાણ કરાવી સ્વ.રોજ ધરવામા આવી રહી છે. તેમજ તે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન યોજના (DAY – NRLM) અંતર્ગત મિણ વિસ્તાની ગરીબ પરીવારની બહેનોને સ્વહસહાય જુથોમા સખી મંડળ સ્વરૂપે તેમની બચત અને આર્થિક પ્રવૃતીઓને પ્રોત્સાહિત કરી, વિવિધ વિભાગો સાથે જોડાણ કરાવી સ્વ-રોજગારી પુરી પાડી તેઓને ગરીબીમાંથી બહાર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમન તેમના દ્વારા કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા કેશ ક્રેડિટ અપાવવામાં રાજ્યસરકાર દ્વારા મદદ કરાય છે.

ચાલુ વર્ષ ૨૦૨૨-૨૦૧૩ દરમ્યાન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશનયોજના અંતર્ગત સખી મંડળની બહેનોને સી.સી લોન દ્વારા પોતાની રીતે કઈક ને કઈક – જ, અવનિ કરી ગરીબીમાંથી આગળ આવે તેવા હેતુથી તા.૨૧/૦૬/૨૦૨૨ થી ૩૦/૦૬૨૦૨૨ દરમ્યાન રાજ્યના દરેક જિલ્લાઓમાં કેશ ક્રેડિટ લોન અંગેના કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં સખી મંડળની બેંકોમાં રજૂ કરેલ તમામ સી.સી લોન અરજી મંજૂર કરી ધિરાણ કરવા રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

 

Comments
Loading...
WhatsApp chat