મોરબી: ભાવનગરમાં 9 ગુનામાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

ભાવનગર જિલ્લામાં લુંટ, ધાડ, મારામારી વગેરે જેવા નવ જેટલા ગુનામાં સંડોવાયેલ માથાભારે શખ્સ છેલ્લા એક વર્ષથી પાસા વોરંટના કામે નાસતો ફરતો હતો જેની મોરબી ખાતેથી એલ.સી.બી. પોલીસે ધરપકડ કરીને ભાવનગર પોલીસને હસ્તગત કયો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી. પી આઈ એમ આર ગોઢાંણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન બી ડાભી અને એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પો. કો. ભરતભાઇ જીલરીયાને મળેલ ખાનગી બાતમી આધારે હકિત મળેલ કે, ભાવનગર જિલ્લાના પાસા વોરંટના કામનો સામાવાળો મૂળ ભાવનગરનો રહેવાસી હનીફ અવેશ દાદુભાઇ કટીયા / મિયાણા હાલ મોરબી, ૨૫. વારીયા ખાતે છુપાયેલો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી હનીફ  લુંટ, ધાડ, મારામારી,હથિયાર, બળજબરીથી કઢાવવાનો, સરકારી નોકર ઉપર હુમલો કરવાના, ધાકધમકી, તથા પ્રોહીના ગુનામાં સંડોવાયેલ હતો અને  ઘણા લાંબા સમયથી પાસા વોરંટની બજવણી. ટાળવા સારૂ નાસતા ફરતા હતો. જેથી બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ગુનાહીત માનસ ધરાવતા ઇસમને હસ્તગત કરી ભાવનગર જિલ્લાના બોરતળાવ પોલીસ સ્ટેશનને સોપવાની કાર્યવાહી કરી હતી.

આ કામગીરીમાં  એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ. તથા એન.બી.ડાભી,  એન.એચ.યુડાસમા પો.સ.ઇ. એલ.સી.બી.મોરબી, Hc વિક્રમસિંહ બોરાણા, રામભાઇ મઢ, ચંદુભાઇ કાણોતરા,નિરવભાઈ મકવાણા, ચંદ્રકાંત વામજા, સહદેવસિંહ જાડેજા,યોગીરાજસિંહ જાડેજા, Pc ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર,ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી, રવિરાજસિંહ ઝાલા વિક્રમભાઇ કુગશીયા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, સંજયભાઇ રાઠોડ, રણવીરસિંહ જાડેજા એમ. એલ.સી.બી./ પેરોલ ફર્લ સ્કવોડ સહિતના પોલીસકર્મી જોડાયા હતા.

 

 

Comments
Loading...
WhatsApp chat