2 થી 8 ઓક્ટોબર “વન્ય જીવ સપ્તાહ ” અથવા “જીવો અને જીવવા દો” નાં અનુસંધાને કેટેગરી મુજબ એક પ્રાણી નું ચિત્ર દોરી કલર પુરો. તે પ્રાણીની વિશેષતાઓ સમજાવો સ્પર્ધા

                “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર” પ્રેરિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આયોજિત વન્યજીવન સપ્તાહના અનુસંધાને દરેક પ્રાણીઓ પરાવલંબી એટલે જીવન ટકાવવા માટે ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીનો ઉપયોગ કરે છે એ જૈવિક ઘટના છે. પ્રાણીઓ માનવ ઉત્પતિ પહેલા આ પૃથ્વીના રહેવાસી છે. આવો આપણે સૌ તેનું જતન કરીએ એ જ વિશ્વ વન્ય જીવ  સપ્તાહ ની સાચી ઉજવણી છે.

    “વન્ય જીવ સપ્તાહ” ‘જીવો અને જીવવા દો‘ નાં અનુસંધાને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડ્રોઈંગ સીટ માં કેટેગરી મુજબ ગમતું કોઈપણ એક પ્રાણી નું ચિત્ર દોરી તેમાં રંગો પુરી તે પ્રાણી ની વિશેષતાઓ  સમજાવતો વિડીઓ બનાવી ભાગ લઈ શકાય છે.

☆ કેટેગરી :-1 ધો:- 1, 2, 3 ,4 માટે

Q:-1 આપણી આસપાસ રહેતાં કોઈપણ એક પાલતું પ્રાણી નું ચિત્ર દોરી તેમાં રંગો પુરી તે પ્રાણીની વિશેષતાઓ સમજાવતો વિડીઓ બનાવી મોકલી આપો.

☆ કેટેગરી:-2 ધો:- 5, 6, 7, 8 માટે

Q:-2 તમને ગમતાં કોઈપણ એક જળચર (પાણી માં રહેતા) પ્રાણી નું ચિત્ર દોરી તેમાં રંગો પુરી તે જળચર (પાણી માં રહેતાં) પ્રાણી ની વિશેષતાઓ સમજાવતો વિડીઓ બનાવી મોકલી આપો.

☆ કેટેગરી:-3 ધો:- 9, 10, 11, 12 માટે

Q:-3 તમને ગમતાં કોઈપણ એક સરિસૃપ (પેટે સરકી ને ચાલતાં) પ્રાણી નું ચિત્ર દોરી તેમાં રંગો પુરી તે સરિસૃપ પ્રાણી ની વિશેષતાઓ  સમજાવતો  વિડીઓ બનાવી મોકલી આપો

☆ કેટેગરી:-4 કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો, તજજ્ઞો તથા વાલીશ્રીઓ માટે

Q:-4 તમને ગમતાં કોઈપણ એક જંગલી પ્રાણી નું ચિત્ર દોરી તેમાં રંગો પુરી તે પ્રાણીની વિશેષતાઓ સમજાવતો વિડીઓ બનાવી મોકલી આપો

     આ વન્ય જીવ ચિત્ર સ્પર્ધા માં કેટેગરી  મુજબ ડ્રોઈંગ સીટ માં ચિત્ર દોરો તમે દોરેલ પ્રાણીની વિશેષતાઓ નો વિડીઓ બનાવી નીચે દર્શાવેલ કોઈ એક વૉટ્સેપ નંબર 98249 12230 / 97279 86386 પર તા. 6/ 10/ 2026 સાંજે 6=00 સુધી  માં મોકલી આપો.

“વિશ્વ વન્ય જીવ સપ્તાહ” નાં આપે દોરેલ ચિત્ર ની ડ્રોઈંગ સીટ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં 202 મોરબી ખાતે જમા કરાવી ને પ્રમાણપત્ર મેળવી લેવાં વિનંતી.

 

દિપેનભાઈ ભટ્ટ

મુખ્ય સંયોજક મોરબી જીલ્લો

Leave A Reply

Your email address will not be published.