

મોરબીના માધાપરની જમીનમાં વડવાઓની જમીનમાં બોગસ મરણ પત્ર આપી દાવો કરનાર કેસમાં તલાટી મંત્રી એ કોર્ટમાં માફી પત્ર આપી વાદી પક્ષને દંડ કરી તે રકમ પ્રતિવાદીને ચુકવવા મોરબી એડી.સીનીયર સિવિલ કોર્ટે હુકમ કર્યો છે
મોરબી તાલુકાના માધાપર ગામની ખેડવાણ જમીન એકર ૨-૦૪ ગુંઠાની રેવન્યુ સર્વે નં-૨૦૭ ની જમીનમાં જુના સર્વે નં ૧૪૬ વાળી ભાણજી લક્ષણ વગેરે તેમના વડવા ઓધા દેવશી, દેવા ભવાન,કરશન કાળા, અને ખોડા જીવા વગેરેના નામની આવેલ છે.તે તમામ લોકોનું ૧૯૬૦ પહેલા અવસાન થયેલ છે તેવી જણાવી પ્રતિવાદી ઉકાભાઈ માવજીભાઈની તરફેણમાં તે લોકો એ કરી આપેલ રજી.વે.દ.અનુ.નં ૨૦૮૪ત.૧૩-૧૦-૧૯૬૪ વાળો રદ બાતલ કરવા વાદીએ દાવો કરેલ અને ખોડા જીવા એ તા.૦૮-૧૧-૧૯૬૩ ના રોજ મરણ પામેલ છે તેવું ખોટું મરણ સર્ટીફીકેટ પીડારા ગામ જી. દ્વારકા ના મંત્રી પાસેથી બોગસ ઉભું કરી નામ.,કોર્ટ માં રજુ કરતા નામ.કોર્ટે સદરહુ તલાટી મંત્રી સામે ગંભીર નોંધ લીધેલ અને તેમની પાસેથી માફી પત્ર પણ લખવી લેવામાં આવેલ સદરહુ દાવામાં મોરબી જીલ્લાના એડી.સીનીયર સિવિલ કોર્ટના નામ.સાહેબ એ વાદીનો દાવો ખર્ચ સહીત રદ કરી વાદી પક્ષને રૂ.૨૫૦૦૦ નો ભારે દંડ કરી તે રકમ પ્રતિવાદીને ચૂકવવાનો હુકમ કરેલ છે આ કામમમાં પ્રતિવાદી ઉકાભાઈ માવજીભાઈ વગેરે ના તરફે મોરબી જીલ્લાના જાણીતા વકીલ આશિષ આર વાળા, સાગર બી.મારું, ખુશ્બુ પી. વિસાણી અને વિનોદકુમાર એમ કણઝારીયા રોકાયેલ હતા


