હળવદ : કામ ધંધો કરવા બાબતે માતાપિતાએ ઠપકો આપતા યુવાને આપઘાત કર્યો

 

રાયસંગપર ગામે માતાપિતા કામ ધંધો કરવાનું કહેતા મનમાં લાગી આવતા યુવાન ઘરે એકલો હોય ત્યારે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે હળવદ પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

 

હળવદ તાલુકાના રાયસંગપર ગામના રહેવાસી અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામના યુવાને ઘરે એકલો હોય ત્યારે મકાનના પતરાને સપોર્ટ આપતી લોખંડ એન્ગલ સાથે ડીશ કનેક્શનનો વાયર વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ના હતો અને માતા પિતાએ કામ ધંધો કરવાનું કહેતા મનમાં લાગી આવતા ઘરે એકલો હોય ત્યારે એકલતાનો લાભ લઈને આપઘાત કરી લીધાનું ખુલ્યું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.