

શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મોરબી સંચાલિત, મહેતા કુટુંબ પરિવાર પ્રેરિત, શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 36 વર્ષથી દર બે માસે યોજાતા ફ્રી “કેન્સર નિદાન કેમ્પ” માં મુંબઈના વિખ્યાત કેન્સર સર્જન અને મોરબીના પનોતા પુત્ર ડો. શ્રી વિક્રમભાઈ સંઘવી સાહેબ દ્વારા 200 કેન્સર નિદાન કેમ્પની પુર્ણાહુતિ પ્રસંગે સંસ્થા દ્વારા ભવ્ય “સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિના પ્રમુખ ભાવેશભાઈ વી. શાહ, મુખ્ય અતિથિ મંત્રી કાંતિભાઈ અમૃતિયા કિશોરભાઈ મહેતા, પલ્લવીબેન શેઠ (દુબઈ), ચેતનભાઇ એસ. સંઘવી (મુંબઈ) તથા અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઈ દેસાઈ તેમજ જૈન સમાજના અગ્રણી ભુપતભાઈ સી. દોશી, ગુણવંતીબેન એમ. શાહ અને જ્ઞાતિના પૂર્વ પ્રમુખ જયેશભાઈ સી. શાહ ઉપસ્થિત રહેલ. આ તકે સંસ્થા તરફથી તેમજ મોરબીની જુદી જુદી સંસ્થાઓ, જ્ઞાતિઓ તથા વિવિધ જૈન સંઘો દ્વારા ડો. વિક્રમભાઈ સંઘવી સાહેબ તથા પરિવારનું બહુમાન કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે દુર્ગાશંકર છબીલદાસ મહેતા પરિવાર, મોરબી- રાજકોટ તેમજ સ્વ.શાંતાબેન ઉમિયાશંકર દોશી, સ્વ.સરોજબેન પ્રફુલભાઈ દોશી, સ્વ. રેશમાબેન પ્રફુલભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ મહેતા-બાદનપર એ લાભ લીધેલ. કાર્યક્રમના અંતે જ્ઞાતિજમણ નું આયોજન કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી ભાવેશભાઈ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું…


