મોરબીના રાજપર રોડ પર બેફામ કાર ચાલકે ડબલ સવારી બે મોટર સાઈકલને હડફેટે લેતા ચારને ઈજા

 

મોરબીના રાજપર શનાળા રોડ પર બેફામ કાર ચાલકે બે ડબલ સવારી મોટર સાઈકલને હડફેટે લેતા મોટર સાઈકલમાં સવાર ચાર લોકોને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો કાર ચાલક કાર લઇ નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.

 

મોરબીના થોરાળા ગામે રહેતા માવજીભાઈ કેશુભાઈ પરમારે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩ ના રોજ રાજપર શનાળા રોડ પર ફોરવ્હીલ કાર જીજે ૦૩ ડીએન ૬૬૧૩ના ચાલકે પોતાની કાર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રામાપીરના મંદિર પાસે માવજીભાઈના દીકરા સાહેદ મહેશભાઈના મોટર સાઈકલ જીજે ૩૬ એડી ૯૭૩૩ તથા બીજ મોટર સાઈકલ ચાલક ચેતનભાઈના મોટર સાઈકલ જીજે ૩૬ એએચ ૧૫૪૩ ને ટક્કર મારી બંને મોટર સાઈકલ ના સવાર લોકોને નીચે પછાડી દઈ મહેશભાઈને પગમાં ઈજા પહોચી તો સાહેદ રજનીકાંતભાઈને પણ પગમાં ઈજા થઇ તેમજ બીજા મોટર સાઈકલ ચાલક ચેતનભાઈને શરીરે ઈજા પહોચી હતી તો ચેતનભાઈની પાછળ બેઠેલ તેના સગાભાઈ તીરથને પણ  ગરદન અને કરોડ રજુના ભાગે ઈજા પહોચી હતી તેમજ આરોપી કાર ચાલક પોતાનું વાહન સ્થળ પર ઉભું રાખ્યા બાદ કાર લઈને નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

Leave A Reply

Your email address will not be published.