

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામના ઝાપા પાસે શેરીમિયા જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે ૬૭૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘીયાવડ ગામના ઝાપા પાસે શેરીમાં બેસી જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં જાહેરમાં જુગાર બળદેવભાઈ ઉર્ફે મુન્નાભાઈ વિક્રમસિંહ ઝાલા, નરપતસિંહ લાલુભા ઝાલા, મોયુદીનભાઈ જીવાભાઈ કડીવાર અને ગગજીભાઇ હરજીભાઈ મકવાણા રહે બધા ઘીયાવડ તા. વાંકાનેર વાળાને ઝડી લઈને રોકડ રકમ રૂ ૬૭૦૦ જપ્ત કરી છે
જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ બી પી સોનારા, મોમજીભાઈ ચૌહાણ, મનજીભાઈ હમીરભાઈ અને જીતેન્દ્રભાઈ ઘેલાભાઈ સહિતની ટીમ રોકાયેલ હતી

