કોટડાસાંગાણીના રાજપરા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા



કોટડાસાંગાણી તાલુકાના રાજપરા ગામે જુના ભાડુઈ ગામ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
કોટડાસાંગાણી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમીને આધારે જુના ભાડુઈ ગામ જવાના રસ્તે રાજપરા ગામે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા મનસુખ ઉર્ફે મુન્નો પોપટભાઈ મકવાણા, વિશાલ ભગવાનજીભાઈ ડાંગર, રાજેશ મહેન્દ્રભાઈ મકવાણા અને સંજય ઉર્ફે અક્ષય વિનુભાઈ સંઘાણી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૦૦ જપ્ત કરી છે