શ્રી આદ્યશક્તિ વિદ્યા મંદિર વાધરવાના આચાર્ય એન.એન.ભટ્ટનો વિદાય સમારોહ યોજાયો

 

આજ રોજ મરવડ કેળવણી મંડળ રંગપર દ્વારા આયોજીત શ્રી આદ્યશક્તિ વિદ્યા મંદિર વાધરવાના આચાર્ય એન. એન. ભટ્ટ સાહેબનો વિદાય સમારંભ યોજાયો. આ તકે ટ્રસ્ટના પ્રમુખ દિલુભા ઝાલા તેમજ સહકારી અગ્રણી મગનભાઇ વડાવિયા, કથાકાર દિલીપભાઈ વ્યાસ, બ્રહ્મ અગ્રણી ડો.અનિલભાઇ મહેતા, હસુભાઇ પંડયા,  ઓમશાંતિ સ્કુલના પ્રમુખ સુમનભાઈ પટેલ, માળીયા તાલુકા સંધના પ્રમુખ મનહરભાઈ બાવરવા તેમજ વાધરવાના સરપંચ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજપુત સમાજ અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલા રંગપર, વાધરવા, વાધપર સ્કુલના સ્ટાફ મિત્રો અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન રાજેશભાઇ ડાંગર કર્યુ હતુ

 

Leave A Reply

Your email address will not be published.