વાંકાનેરના વિઠ્ઠલપર ગામેથી ચોરી કરનાર ગેંગના ચાર સભ્યો સહીત પાંચ ઝડપાયા

પોલીસે ૧૪.૧૩ લાખનો મુદામાલ કબજે લીધો

 

 

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામની સીમમાં વિન્ડ થાંભલા પરથી બે માસ દરમિયાન ૧૧ લાખથી વધુના વાયરોની ચોરી કરી તેમજ ૫.૩૧ લાખના વાયરો કાપી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે વાયરોની ચોરી કરતી ગેન્ગના ચાર ઈસમો અને ચોરીનો માલ રાખનાર સહીત પાંચ ઇસમોને ઝડપી લઈને રૂ ૧૪.૧૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

 

રાજકોટની રાધા રેસીડેન્સીમાં રહેતા જયેશભાઈ મધુભાઈ સાંજવાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૦૨-૧૨-૨૫ થી તા. ૧૬-૨-૨૬ દરમીયાન વાંકાનેરના ભોજપરાથી સમથેરવા વચ્ચેના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી થી હતી જેમાં ક્લીનમેક્ષ એનવીરો એનર્જી સોલ્યુશન લી કંપનીના સબ સ્ટેશન બનાવી પવનચક્કી અને સોલારની ૩૩ કેવી લાઈન લગાવવાના કામનો પેટા કોન્ટ્રાકટર, ઓપેરા એનર્જી કંપનીએ રાખેલ છે વાંકાનેર તાલુકાના જુદા જુદા વિસ્તારમાં ૩૩ કેવી એલ્યુમીનીયમ વાયર લગાવવાનું કામ ચાલે છે દરમિયાન અજાણ્યા ચોર ઇસમેં કુલ ૩૬૮૦ મીટર વાયરો કીમત રૂ ૧૧,૦૪,૦૦૦ કોઈ સાધનથી કાપી ચોરી કરી તેમજ અન્ય ૧૭૭૦ મીટર વાયર કીમત રૂ ૫,૩૧,૦૦૦ કાપી નુકશાની કરી હતી

 

વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે તપાસમાં એલસીબી ટીમ પણ જોડાઈ હતી વાંકાનેર વિસ્તારના જુના લોખંડ-પ્લાસ્ટિકના ભંગાર લે વેચ કરતા ભંગારના ડેલાઓ ચેક કરવા સહિતની કામગીરી કરી હતી જેમાં વાંકાનેરના પંચાસર ચોકડી નજીક ઇન્ડિયન પ્લાસ્ટિક નામના ભંગારના ડેલામાં ચેકિંગ દરમિયાન ચોરીનો મુદામાલ મળી આવ્યો હતો જેથી આરોપી કુકાભાઈ ઉર્ફે કુકો મનજીભાઈ ડાભી રહે વિનયગઢ તા. વાંકાનેર, શૈલેષ રમેશ ગણાદીયા અને કરણ ઉર્ફે સંજય રાજાભાઈ ગણાદીયા રહે બંને સતાપર વાંકાનેર અને ભૂરા માલાભાઈ સરૈયા રહે હીરાણા તા. થાનગઢ તેમજ ચોરીનો મુદામાલ રાખનાર હુશેન વલીમાંમદ કાસમાણી રહે ચંદ્રપુર તા. વાંકાનેર એમ પાંચને ઝડપી લીધા છે

 

અન્ય અરોપોઈ વિપુલ રાવજી મકવાણા, કિશન વેલજી ધોરીયા, સામજી બચુભાઈ કુમખાણીયા, જગાભાઈ હેમુભાઈ મકવાણા અને કિશન પ્રેમજી ગોરિયા એમ પાંચ ઇસમોના નામો ખુલ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી ૭ મોબાઈલ કીમત રૂ ૩૫,૦૦૦ એલ્યુમીનીયમ ઢાળિયા નંગ ૧૫૭ વજન આશરે ૨૬૫૦ કિલો કીમત રૂ ૯,૭૫,૨૦૦ વાયર કાપવાના કટ્ટર નંગ ૦૨ કીમત રૂ ૧૨૦૦, બેલ્ટ પટો નંગ ૦૧ કીમત રૂ ૨૦૦ ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર કીમત રૂ ૧૦૦૦, ઇલેક્ટ્રિક જમ્પર નંગ ૦૨ કીમત રૂ ૧૦૦૦ અને બોલેરો પીકઅપ કીમત રૂ ૪ લાખ સહિત કુલ રૂ ૧૪,૧૩,૬૦૦ નો મુદામાલ કબજે લીધો છે

Leave A Reply

Your email address will not be published.