


ઘૂટું નજીક બે યુવાનો તેના મિત્રને ડેલો બતાવવા ગયા હતા જે સારું નહિ લાગતા પિતા-પુત્ર સહીત ત્રણ ઇસમોએ બે મિત્રોને માર મારી લાકડાના ધોકા વડે ફટકારી ઈજા પહોંચાડી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના પીપળી ગામ શાંતિનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) વાળાએ આરોપી મુકેશ દેગામાં, અમિત મુકેશ દેગામાં રહે બંને પ્રકૃતિ સોસાયટી અને મુકેશભાઈને ત્યાં કામ કરતો માણસ એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેનો મિત્ર મેહુલભાઈ બંને સુરેશભાઈના મિત્ર રવિભાઈ પટેલને ડેલો બતાવવા ગયા હતા જે આરોપી મુકેશને સારું નહિ લાગતા ગાળો બોલી ઢીકા પાટું માર મારવા લાગ્યો હતો જેથી મિત્ર મેહુલભાઈ છોડાવવા વચ્ચે પડતા આરોપી અમિત દેગામાંએ લોખંડ પાઈપ વડે મિત્ર મેહુલને ડાબા હાથમાં ફ્રેકચર ઈજે કરી અને મુકેશને ત્યાં કામ કરતા માણસે લાકડાના ધોકા વડે નાકમાં મારી ફ્રેકચર ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે