હળવદના બ્રાહ્મણી ડેમમાં મચ્છીમારીની જારીમાં પગ ફસાઈ જતા ડૂબી જતા મોત

            બ્રાહ્મણી ડેમમાં મચ્છીમારીની જારીમાં પગ સલવાઈ જતા પાણીમાં ડૂબી જતા ૩૫ વર્ષના યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

            હળવદ તાલુકાના ગોલાસણ ગામના રહેવાસી અજીતભાઈ નરશીભાઈ સુરેલા (ઉ.વ.૩૫) વાળા ગત તા. ૦૩ ના રોજ બપોરે ૧ વાગ્યા પહેલા કોઈપણ સમયે હળવદના બ્રાહ્મણી ડેમમાં મચ્છીમારીની જારી બદલવા જતા પગ મચ્છીમારી જારીમાં સલવાઈ ગયો હતો અને યુવાન પાણીમાં ડૂબી જતા મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.