નવરાત્રીના નવ દિવસ મંત્ર જાપ કરી માં ની અનોખી ભક્તિ કરતા ભક્ત

છેલ્લા પંદર વર્ષ થી નવરાત્રી માં સવાલાખ જપ કરી અને નવે-નવ દિવસ ખાલી પાણી પી ને જ નવરાત્રી નું અનુષ્ઠાન કરતા હળવદના  મહેશભાઈ (રાજુભાઇ) મહેતા અનીખો ભક્તિ કરે છે.

 

આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રી તહેવાર નો પ્રારંભ થયો છે ત્યારે હળવદ માં સલાટફડી વિસ્તાર માં રહેતા અને ડી.વી રાવલ કોલેજ માં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મહેતા(રાજુભાઇ) એ અખંડ દિવાની જ્યોત ની સાક્ષી એ આજથી નવ દિવસ માતાજી ના સવાલાખ જાપ કરી અને ફક્ત અને ફક્ત પાણી પી ને જ નકોરડા ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે. મહેશભાઈ છેલ્લા ૧૫ વર્ષથી નવરાત્રીમાં પાણી પી ને માં ના નવલા નોરતા રહે છે અને અનુસ્ઠાન કરી માતાજી ની અનોખી ભક્તિ કરી રહ્યા છે ત્યારે આ કળિયુગ માં માતાજી પ્રત્યે અતૂટ શ્રધ્ધા ધરાવતા મહેશભાઈ ને સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

 

Comments
Loading...
WhatsApp chat