


મોરબી નજીકના પંચાસર ગામે ધોળે દિવસે ફાયરીંગનો બનાવ નોંધાયો હતો જેમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એકનું કરુણ મોત નીપજ્યું હતું.
પંચાસર ગામે આજે બપોરના સુમારે આજે કોઈ કારણોસર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું જે ફાયરીંગની ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં સારવાર મળે તે પૂર્વે જ એકનું મોત થયું હતું જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી રહી છે. ફાયરીંગને પગલે પોલીસવડા ઉપરાંત એલસીબી, એસઓજી અને પોલીસનો કાફલો દોડી ગયો હતો જોકે ફાયરીંગ ક્યાં કારણોસર કરાયું તે સત્તાવાર જાણી સકાયું નથી જોકે ગામમાં ચર્ચા મુજબ ફાયરીંગ જૂની અદાવત મામલે થયાનું જાણવા મળ્યું હતું

