Billboard ad 1150*250 Billboard ad 1150*250

આર્ય સમાજનો સ્થાપના દિન, જાણો આર્ય સમાજ વિષે વધુ – VIDEO

આર્ય સમાજની સ્થાપનાના ૧૪૪ વર્ષ થતા આર્ય સમાજ ટંકારા દ્વારા આજે સ્થાપના દિનની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી અને આર્ય સમાજ સ્થાપનાદિનની ઉજવણીમાં આર્યવીરો, મહિલાઓ ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આર્ય સમાજ લોકોને વેદ તરફ પાછા વાળવા માટે કાર્યરત છે. લોકો વેદને ભૂલી ગયા જેથી દેશ ગુલામ બન્યો અને સમાજમાં દુષણો વ્યાપી ગયા ત્યારે વેદ તરફ પાછા વાળવાના ઉદેશ્ય સાથે કામ કરતી સંસ્થા આર્ય સમાજના સ્થાપના દિન નિમિતે આજે સવારે પ્રભાત ફેરી, હવન અને બાદમાં આર્યવીરો અને આર્ય મહિલાઓ દ્વારા વિવિધ વિષયો પર પ્રવર્ચન યોજવામાં આવ્યા હતા. આજે આર્ય સમાજ ટંકારા ખાતે વેદોનો સંદેશ આપવામાં આવ્યો હતો અને મહર્ષિ દયાનંદની જન્મભૂમી એવા ટંકારા આર્ય સમાજ દ્વારા સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો.

 

 

Comments
Loading...
WhatsApp chat