

મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ વોર્ડ નં ૦૯ માં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સફાઈ કામદાર મુકવા અને દવાનો છંટકાવ કરવા માંગ કરી છે
રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નં ૯ માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં અનિયમિત સફાઈને કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અતિશય મચ્છરને કારણે વિસ્તારમાં રોગચાળો સતત વધી રહ્યો છે જેથી મચ્છરનો ઉપદ્રવ દુર કરવા તાત્કાલીક દવાનો છંટકાવ જરૂરી છે તેમજ નિયમિત સફાઈ થઇ સકે માટે કાયમી સફાઈ કામદાર મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

