

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત રચવામાં આવેલી કમિટી સાર્વજનિક કરવાની માંગ અંગે નાયબ ખેતી નિયામકને કરેલી રજુઆતમાં પાઠવેલા પત્રમાં માંગેલ માહિતી મળી નથી જેથી આ અંગે સંસ્થાએ ફરીથી પત્ર લખ્યો છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી મોરબી લાલબાગ તાલુકા સેવાસદનને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે આપવામાં આવેલ માહિતી અમે માંગેલી માહિતી મુજબ નથી જેથી આ પ્રમાણે માહિતી આપવા માંગ કરી છે જેમાં જણાવ્યું છે કે વીમા કંપનીના પ્રતિનિધિઓની શૈક્ષણિક લાયકાત જણાવેલ નથી તે લાયકાત સરકારના નક્કી કરેલ ધોરણ મુજબ છે કે નહિ તે જણાવેલ નથી તા. ૦૯-૦૯-૨૦૧૬ ના સર્ક્યુલર જોડેલ છે પરંતુ કમિટીના સભ્યોના નામ તેમજ મોબાઈલ નંબર આપેલ નથી જીલ્લા લેવલ કમિટીના સભ્યોના નામ અને મોબાઈલ નંબર તેમજ તાલુકા કક્ષાની કમિટી સભ્યોના નામ અને નંબર તેમજ ગ્રામ્ય કક્ષાની કમિટીના સભ્યોના નામ અને નંબર માંગેલ હતા તે આપેલ નથી વીમા નુકશાન સર્વેના રોજ્કામની નકલ જે તે ગ્રામ પંચાયત તેમજ ખેડૂતોને આપેલ હોય તો જે તે ગ્રામ પંચાયત તથા જે તે ખેડૂતોના નામ તેમજ મોબાઈલ નંબર આપવા વિનંતી કરી છે તેમજ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ અરજી અને ત્યારબાદ વીમા કંપની દ્વારા કરવામાં આવેલ સર્વેની તારીખવાર સાથે માહિતી આપવા વિનંતી કરી છે
આ બાબતે જો દિવસ ૧૦ માં જરૂરી યોગ્ય માહિતી નહિ મળે તો સમગ્ર જીલ્લાના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને નામદાર કોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે

