મોરબીમાં રૈકી કાર્યક્રમમાં દિલ્હીના સ્પીકર અલ્પા બંસલનું માર્ગદર્શન

મોરબીના આંગણે સૌપ્રથમ વખત રૈકીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેમાં સ્પીકર તરીકે અલ્પા બંસલ દિલ્હી થી આવી રહ્યા છે તારીખ 1 એપ્રિલ ના રોજ મોરબી થી 8 કિલોમીટર દૂર રાજકોટ રોડ પાર આવેલ ક્લબ 36 માં સાંજે 7 થી 9 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે.

ઇન્ટેક્સ કંપની ના માલિક અને આઈ. પી. એલ. માં ગુજરાત લlયન્સ ટીમના ઓનર આ સેમિનાર લેવા આવી રહ્યા હોય ત્યારે મોરબી માં ખૂબ ઉત્સાહ ની લાગણી જોવા મળી રહી છે. આ કાર્યક્રમમાં સીરામીક ઉદ્યોગના લોકો જોડાશે તેવી આયોજકો ને આશા છે આ કાર્યક્રમ યુથ પ્લેટફોર્મ ક્લબ અને નોટો ગ્રેનાઇટોઅને વિનટોપ વિટ્રીફાઇડ અને સીરામીક એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર છે

Comments
Loading...
WhatsApp chat