


હળવદ પોલીસ મથકના ગુનામાં અપહરણ થયેલ કિશોરીને ટંકારાના મોટા ખીજડીયા ગામની સીમમાંથી ઝડપી પાડી એસ.ઓ.જી. ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચના અને એસ.ઓ.જી પી.આઈ. એસ.એન. સાટીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી ટીમના ફારુકભાઈ યાકુબભાઈ અને નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજાને હળવદ પોલીસ મથકના અપહરણના ગુનામાં ભાગ બનેલ કિશોરી ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામની સીમમાં હોવાની ખાનગી બાતમી મળતા મોરબી એસ.ઓ.જી ટીમે દરોડો પાડીને ભોગ બનેલ કિશોરી અને આરોપી જીવરાજ મહાદેવભાઈ પંચાસરા (ઉ.૨૩) રહે- મોટા ખીજડીયા ગામની સીમ અને મૂળ સીરોઈ વાળાને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

