મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોંગ્રેસ આગેવાન સસ્પેન્ડ



મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિઓ અને શિસ્તભંગ કરનાર આગેવાનને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોંગ્રેસ આગેવાન રમેશભાઈ ભવાનભાઈ ભુંભરીયાને પત્ર લખી જાણ કરવામાં આવી છે કે છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા દ્વારા વારંવાર પક્ષ વિરોધી પ્રવૃતિઓ અંગેની ફરિયાદો મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિને મળી રહી છે આપના દ્વારા કરવામાં આવેલ પ્રવૃતિઓ પક્ષની શિસ્ત અને ગરિમા વિરુદ્ધ છે જે બાબતે અગાઉ જાણ કરવા છતાં વર્તનમાં કોઈ સુધારો જણાયેલ નથી જેથી પક્ષના બંધારણ અને શિસ્ત સમિતિના નિયમો અનુસાર પ્રવૃતિઓ પક્ષના હિતને નુકશાન પહોંચાડી રહી હોવાથી મહામંત્રી પદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે

