

હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા યુવાન પર એક ઇસમેં છરી વડે હુમલો કરી ગંભીર પહોંચાડી હતી બનાવ મામલે હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે રહેતા મોહમદ અયાજ વારીસ કગથરા (ઉ.વ.૨૨) વાળાએ આરોપી ફિરોજ સલીમ સંધી રહે ટીકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાના કાકા સુમારભાઈની દીકરી રૂકશાના પાછળ ફરિયાદી મોહમદ જતો હોવાની શંકા રાખી ટીકર ગામના જાપે ગાળો આપી છરી વડે ડાબા પડખામાં ગંભીર ઈજા કરી તેમજ હાથ અને ગળાના ભાગે ઈજા કરી હતી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


