


લતીપર રોડ પર સરાયા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ અને આઈસર અથડાતા આઈસરમાં નુકશાન પહોંચ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
બનાસકાંઠા જીલ્લાના ભાભર ઠાકોરવાસ રહેતા નટવરજી ચાંદાજી ઠાકોર (ઉ.વ.૩૮) વાળાએ ટ્રાવેલ્સ એમપી ૪૧ પી ૫૫૪૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ ના રોજ ટંકારા લતીપર રોડ પર ફરિયાદી પોતાનું આઈસર જીજે ૧૪ એક્સ ૩૮૮૮૮ લઈને જતા હતા ત્યારે સરાયા ગામ પાસે પહોંચતા ટ્રાવેલ્સ ચાલકે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં આઈસરને નુકશાન થયું છે ટંકારા પોલીસે ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

