મોરબી કચ્છ હાઈવે પર ટ્રકે ઠોકર મારતા કારમાં નુકસાની


મોરબી-કચ્છ ને.હા રોડ ઉપર ખીરઈ ગામના પાટીયા સામે રોડ ઉપર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી કન્ટેનર ચાલકે કારને ઠોકર મારી કારને નુકસાન કર્યું હતું.જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના વિદ્યુતનગરમાં રહેતા પ્રહલાદસિંહ મહેંદ્રસિંહ જાડેજાએ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટાટા કંપનીની સિગ્ના ટ્રક-કન્ટેનર GJ-39-T-1387નાં ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક બેફિકરાઈથી ચલાવી આગળ જતી ફરિયાદીની હ્યુન્ડાઇ કંપનીની કાર GJ-27-DB-3450 વાળીની પાછળથી ઠોકર મારી કારને નુકસાની પહોંચાડી હતી.


