

મોરબીના પીપળીથી ટીંબડી પાટિયા જતા રોડ પર વહેલી સવારે પોણા ચારેક વાગ્યાના અરસામાં કારમાં આગ લાગી હતી જેને પગલે કાર બળીને ખાખ થઇ હતી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં વહેલી સવારે ૩ : ૪૦ વાગ્યાના અરસામાં કોલ મળ્યો હતો કે પીપળીથી ટીંબડી પાટિયા રોડ પર જીજે ૩૬ એજે ૨૧૧૬ સ્વીફ્ટ ગાડીમાં આગ લાગી છે જેથી મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવમાં કોઈ જાનહાની થઇ નથી આગને પગલે કાર બળીને ખાખ થઇ હતી





