

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તાજેતરમાં યોજાયેલ ચુંટણીમાં વર્તમાન ચેરમેન મગનભાઈ વડાવીયાની ભાજપ પ્રેરિત સહકાર પેનલને બહુમતીથી વિજય મળ્યો છે ત્યારે ખેડૂતોએ યાર્ડના વર્તમાન ચેરમેન સહિતની બોડી પર મુકેલો વિશ્વાસ અભિનંદનને પત્ર છે તેમ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે
મોરબી માર્કેટ યાર્ડમાં મગનભાઈ વડાવીયાના નેજા હેઠળ ખેડૂતલક્ષી કામગીરી બેનમુન રહી છે ખેડૂતોએ ફરી વર્તમાન પ્રમુખ મગનભાઈની પેનલને જીતાડી પાંચ વર્ષ શાસનના સુત્રો સંભાળવાનો અવસર આપ્યો છે ત્યારે ચૂંટાયેલ સૌ દીક્રેત્રને માર્કેટિંગ યાર્ડના માધ્યમ થકી ખેડૂતોની સેવા કરવામાં સહેજેય કચાશ નહિ રાખે તેવો પૂરો ભરોસો હોવાનું જણાવ્યું હતું મોરબી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું પ્રથમ હરોળનું અગ્રીમતા ધરાવતું યાર્ડ છે
જેનું સુકાન ભાજપ પ્રેરિત સહકાર પેનલના હાથમાં ખેડૂતોના હિતમાં વધુ સલામત જણાતા સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ પંચાયત મંત્રી અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા સહિતનાઓએ જહેમત ઉઠાવીને વિજય ડંકો વગાડ્યો છે તેમજ ખેડૂતોની કોઠાસૂઝને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે

