મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. ૮ થી ૧૨ તારીખ સુધી કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી

 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોરબી ખાતે તારીખ 8 થી 12 સપ્ટેમ્બર 2025 દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહ ઉજવવામાં આવનાર હોય તે અંતર્ગત આજરોજ તારીખ 8 સપ્ટેમ્બર 2025 ના રોજ પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય સાથે ઉદ્ઘાટન કરેલ છે

 

સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ એમ એફ ભોરણીયા દ્વારા મગફળી પાકમાં રોગ અને જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપેલ ત્યારબાદ ડો. કે એન વડારીયા વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપેલ અને ડો. એ વી ખાનપરા દ્વારા ખેડૂતોને કપાસમાં જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપેલ. તેમજ શ્રી વિ વિ ઠાકોર દ્વારા ખેડૂતોને જમીન અને પાણીના નમુના કઇ રીતે લેવા અંગે માર્ગદર્શન આપેલ. સદરહું કાર્યક્રમમાં ટંકારા તાલુકાના AKARSP સ્ટાફ અને ખેડૂતો ભાઈઓ અને બહેનો સહિત કુલ 111 જેવી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. વરસાદી માહોલ હોવા છતાં આ કાર્યક્રમને  સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના દરેક અધિકારી અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી

 

Leave A Reply

Your email address will not be published.