મોરબી જીલ્લામાં હોટલ અને ગોડાઉન સંચાલકો સામે કાર્યવાહી

 

મોરબી જીલ્લમાં અલગ અલગ સ્થળે હોટલ અને ગોડાઉનમાં પોલીસે તપાસ હાથ ધરીને ચાર હોટલ સંચાલક અને એક ગોડાઉન સંચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ગોડાઉનમાં તપાસ કરતા છતર ગામ નજીક જીઆઈ ડી સી પ્લોટ ૧૨૩ સત્યમ પોલીમર્સના ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં સીસીટીવી કેમેરા ન લગાડેલ હોવાથી તેના સંચાલક વિનેશભાઈ ભગવાનજીભાઈ ગોસરા અને પ્રદીપકુમાર ગોવિંદભાઈ ચંડાટ સામે જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે તો મોરબી તાલુકા પોલીસે ભરતનગર ગામની સીમમાં કુષ્ણકુંજ હોટલ માં તપાસ કરતા તેના સંચાલક રાકેશભાઈ શ્યામભાઈ ચૌધરી એ પથિક સોફ્ટવેરમાં નોંધણી નહિ કરાવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે

તો મોરબી એ ડીવીઝન પોલીસે શહેરમાં અલગ અલગ હોટલમાં તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન ત્રણ હોટલ સંચાલકોએ પથિક સોફ્ટવેરમાં નોંધણી નહી કરાવતા  અને સીસીટીવી નહિ રાખતા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં સાવસર પ્લોટમાં આવેલ વ્રજ ગેસ્ટ હાઉસના સંચાલક ધનશ્યામભાઈ પ્રભુભાઈ જીજુવાડિયા, નવા બસ સ્ટેન્ડ સામે રાધે ગેસ્ટ હાઉસના સંચાલક હાજીભાઈ ઉમરભાઈ જિંદાણી અને નવા બસ સ્ટેન્ડ સામે આશીર્વાદ ગેસ્ટ હાઉસના સંચાલક લલિતભાઈ પથુંજીભાઈ ઠાકોર સામે કાર્યવાઈ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.