ચૈત્રી નવરાત્રી નિમિતે મોરબી શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે રાસ ગરબા યોજાશે  

 

શહેરના રેલ્વે સ્ટેશન નજીક આવેલ મોરબીવાસીઓની આસ્થાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે મંદિરમાં શણગાર કરવામાં આવ્યા છે અને ભક્તો પ્રતિદિન આરતી અને દર્શનનો લાભ લઇ રહ્યા છે તા. ૨૫ ને બુધવારે રાત્રે ૮ : ૩૦ કલાકે મંદિરે ઓરકેસ્ટ્રા મ્યુઝીકલ પાર્ટીને સંગાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંજલિ ઇવેન્ટ રમેશભાઈ ભદ્રાની ટીમ નિશુલ્ક મંડપ સહિતની તમામ સેવા આપી રહ્યા છે રાસ ગરબા મહોત્સવનો બહેન દીકરીઓએ લાભ લેવા શ્રી ધક્કાવાળી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે

Leave A Reply

Your email address will not be published.