પીપળીયા ચોકડીથી માળિયા જતા રોડ પર ટ્રક-બાઈક અથડાતા બાઈક યુવાનનું મોત


પીપળીયા ચોકડીથી માળિયા તરફ મોટી બરાર ગામ પાસે બાઈક ચાલકે ટ્રક સાથે બાઈક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું
મૂળ રાજસ્થાનના બાડમેર હાલ કચ્છ સામખીયારીમાં અંજની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં રહેતા નારાયણરામ પહલાદરામ ચૌધરીએ બાઈક ચાલક સંજય સુંદરસિંહ માવી રહે હાલ માળિયા કુંભારિયા ગામ મૂળ રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ ના રોજ સંજય સુંદરસિંઘ માવીએ પોતાનું બાઈક એમપી ૬૯ ઝેડડી ૨૮૪૮ વાળું પુરઝડપે ચલાવી પીપળીયા ચોકડીથી માળિયા તરફ મોટી બરાર ગામ પાસે રોડ વચ્ચેના સફેદ તૂટક પટ્ટા ક્રોસ કરી સામેથી આવતી ફરિયાદીની ટ્રક જીજે ૧૨ એટી ૫૮૦૯ ના બમ્પર અને હેડલાઈટ સાથે બાઈક ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક સંજય માવીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

