મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો.

તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

 

મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તમાકુ નિષેધ તેમજ વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન સેમિનાર ઉપરાંત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિવિધ વિદ્યાશાખા ના કુલ.૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો,

તેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા સ્પર્ધકો ને મુખ્ય ઈનામો તેમજ દરેક સ્પર્ધકો ને પ્રોત્સાહક ઈનામો અર્બન હેલ્થ સેન્ટર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મેડિકલ ઓફીસર ડો. નેવિલ ઓગણજા, એફ.એચ. ડબલ્યુ.પૂજા જોગેર એમ.પી.એચ.ડબલ્યુ. વૃજરાજભાઈ લોખિલ તથા ગોપાલ વ્યાસ, રાહુલ ગોહિલ.ગૌરવ કુરિયા સહીત ના ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓને તમાકુ નિષેધ તેમજ તમાકુ ની જીવલેણ અસરો ઉપરાંત વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. તે ઉપરાંત વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે સેમિનાર યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતના સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Leave A Reply

Your email address will not be published.