માતાજીના તાવામાં નહિ બોલાવતા યુવાન પર તલવાર વડે હુમલો

મોરબીમાં અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી એક શખ્શે તલવાર લઈને હુમલો કરી દેતા ફરિયાદી યુવાન સહીત બેને ઈજા પહોંચી છે.

મોરબીના લાભનગર વિસ્તારના રહેવાસી કેશુભાઈ રમેશભાઈ કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી વાલજી દેગામાં કોળી રહે. લાભનગર વાડી વિસ્તાર વાળાએ બે માસ અગાઉ માતાજીના માંડવામાં ઝઘડો કરેલ જેથી માતાજીના તાવામાં આરોપીને નહિ બોલાવતા ગાળો બોલી તલવાર લઈને ફરિયાદી કેશુભાઈ કોળીને પેટના ભાગે તેમજ સાહેદ ધનજીભાઈને ડાબા પગમાં અંગુઠામાં ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat