મોરબીમાં ઉદ્યોગપતિ ખંડણી પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા

એક્ઝ્પ્લોવીઝનું ગેરકાયદેસર વેચાણ કરનારને ઝડપી લેવા એસઓજીની કવાયત

મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે ઉદ્યોગપતિને એક કરોડની ખંડણી માટે કાર નજીક વિસ્ફોટ કરી ધમકી આપવામાં આવી હતી જેની તપાસ ચલાવતી એસઓજી ટીમે બે આરોપીને ઝડપી લીધા બાદ રિમાન્ડ દરમિયાન વિસ્ફોટક પદાર્થ વેચનારા અન્ય ત્રણ આરોપીના નામો ખુલતા આરોપીઓને ઝડપી લેવા કવાયત આદરી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એસઓજી ટીમના પીઆઈ એસ.એન.સાટીની ટીમે ઉદ્યોગપતિ ખંડણી પ્રકરણમાં અઆરોપી હિતેશ ગામી અને ઘનશ્યામ વરમોરા રહે. બંને નવી પીપળી વાળાને ઝડપી લઈને રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી સ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક ટોટા કુલ ચાર માંગ તથા ઈલેક્ટ્રોનિક ડેટોનેટર ૧૨ નંગ પીપળી ગામના વોકળામાંથી કબજે કરવામાં આવ્યા હતા

અને સ્ફોટક પદાર્થ કોની પાસેથી મેળવ્યા તે દિશામાં સઘન તપાસ ચલાવતા અન્ય આરોપી ધીરૂ મોહન કોળી, રાય નરશી વાસાણી રહે. બંને અમરાપુર તા. વિંછીયા જી.રાજકોટ તેમજ દેવાભાઈ પોપટભાઈ રાજપરા કોળી રહે. વિંછીયા જી.રાજકોટ વાળા આરોપીના નામો ખુલ્યા છે જેમાં આરોપીઓએ શોર્ટ ફાયરનું લાયસન્સ ના હોવા છતાં તમામ જથ્થો એક સાથે ગેરકાયદેસર રીતે વેચાણ કર્યાનો ગુન્હો કર્યો છે જે આરોપીના નામો ખુલતા ત્રણેય આરોપીને દબોચી લેવા એસઓજી ટીમ દોડધામ કરી રહી છે

આ કામગીરીમાં એસઓજી પીઆઈ એસ.એન. સાટી તેમજ અનિલભાઈ ભટ્ટ, શંકરભાઈ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, કિશોરભાઈ મકવાણા, ફારૂકભાઈ પટેલ, પ્રવીણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયા જોડાયેલા હતા.

Comments
Loading...
WhatsApp chat