ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી સમાજના કે જેથી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તારીખ  1-7-18 ને રવિવારે સાંજે 4થી 8 ગોસ્વામી સમાજ ની વાડી લીલાપર રોડ ખાતે યોજાશે આ સમારોહમાં વિદ્યાર્થીઓના સન્માન સાથે ગોસ્વામી સમાજના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ તેમજ નિવૃત્તિ મેળવેલ જ્ઞાતિબંધુ નું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

 

આ સમારોહમાં ભાગ લેવા દરેક વિદ્યાર્થીઓને વાલીઓને જાણ કરવામાં આવે છે કે તારીખ 24/6 સુધીમા વિદ્યાર્થીઓની માર્કશીટની ઝેરોક્ષ નકલ મોબાઈલ નંબર સાથે ગોસ્વામી સમાજ ના પ્રમુખ ગુલાબગીરી તેમજ કારોબારી સભ્યો અથવા નીચે મુજબ ના સરનામે પહોંચતી કરવા યાદી માં જણાવાયું છે

 

જેમાં ઓમ સંગીત કલાસીસ ગાંધી ચોકપેટ્રોલ પંપ બાજુમાં રઘુવીર મેડિકલ સામે ,તેમજ ગોસ્વામી બુક સ્ટોલ સરદારબાગ પેટ્રોલ પંપ સામે સનાળા રોડ ખાતે પહોંચતી કરવા જણાવાયું છે આ અંગે વધુ સંપર્ક માટે મો..88496 64390,90995 67001,99790 21109 તેમજ આ સમારોહ ને સફળ બનાવવા આયોજક દ્વારા તડામાર તૈયારી આરંભી છે.

Comments
Loading...
WhatsApp chat