


એકતા એ જ લક્ષ્ય સંગઠનની કમિટી બેઠકનું તાજેતરમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી દરમિયાન વિવિધ વિસ્તારમાં થતી શેરી ગરબીમાં ૨૦૦ થી વધુ શક્તિરૂપી તલવાર બાળાઓને ભેટ આપી તેમજ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી
૨૦૦ થી વધારે તલવાર નવરાત્રી દરમિયાન વિતરણ કરવામાં આવશે શેરી ગરબાને પ્રાધાન્ય મળશે તો જ નવરાત્રીનું ધંધા કરણ બંધ થશે અને ડિસ્કો ડાન્સ બંધ થઈ લવ જીહાદ પર કાબુ મેળવી શકાશે અને ફરીથી સનાતન નવરાત્રીનો સાચો અર્થ સમજી માતાજીની આરાધના ઉપાસનામાં લાગશે અને બહેન દીકરીઓ સાચા અર્થમાં ગરબાનો મતલબ સમજી શકશે તેમ એકતા એજ લક્ષ્ય સંગઠનની યાદીમાં જણાવ્યું છે