મોરબીના બેલા (રંગપર) ગામે નજીકથી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો એકનું નામ ખુલ્યું 

 

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

 

મળતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે તાલુકાના બેલા (રંગપર) ગામના બસ સ્ટેન્ડ પાસેથી નીલેશભાઈ મનસુખભાઇ વાડોલીયા દારૂ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પુછપરછ કરતા અન્ય એક શખ્સ વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા વાળાનુ નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave A Reply

Your email address will not be published.