લાયન્સ ઇન્ટરનેશનલના પાસ્ટ ગર્વનર રાજુભાઈ દોશીનો જન્મદિવસ

         મોરબી લાયન્સ ઇન્ટરનેશનલના પાસ્ટ ગર્વનરનો આજે જન્મદિવસ છે. તા. ૨૬-૦૮-૧૯૫૨ ના રોજ જન્મેલા રાજુભાઈ દોશી અભ્યાસ બાદ ઇન્ડિયન ઓવરસીસ બેંક સાથે જોડાયા હતા જેમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને તેઓ નિવૃત થયા છે તો નિવૃતિના ફાજલ સમયનો સદુપયોગ તેઓ સમાજને ઉપયોગી થવા માટે કરી રહ્યા છે. લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થાના માધ્યમથી સમાજ ઉપયોગી અનેક પ્રવૃતિઓ તેઓ ચલાવી રહ્યા છે. લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થાના ગર્વનર તરીકે તેઓ અગાઉ ફરજ નિભાવી ચુક્યા છે. તેમની સેવાકીય પ્રવૃતિની સુવાસ સર્વત્ર ફેલાયેલી જોવા મળે છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે તેમનો પરિવાર, મિત્રો-સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહયા છે. તેમના મોબાઈલ નં ૯૮૨૫૧ ૭૭૭૪૭ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Leave A Reply

Your email address will not be published.