Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં જાહેરમાં જુગાર રમતા ૨૧ ઝડપાયા

મોરબી એ.ડીવીઝન પોલીસે વાવડી રોડ પર જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા રસિક કલાભાઈ મારું,અમિત અશોકભાઈ લુહાર,કાનજી લાલજીભાઈ લુહાર,જયેશ કલાભાઈ લુહાર,અશોક ખીમજીભાઈ લુહાર અને શૈલેષ શીવાભાઈને રૂ.૨૫૫૪૦ની રોકડ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે મોરબી એલ.સી.બી.ને  વાંકાનેર મહાદેવનગરમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી સાથે દરોડો પાડતા લાલજી કાનજી કોળી,વાલજી રામજી કોળી,ધીરુભાઈ લચુભાઈ કોળી,અનીલ રાજુભાઈ રાજગોર,હુસેન ગાજીભાઇ ખારેચીયા,નીતિન ચન્દ્રકાન્તભાઈ શાહ,રામજી કેશુભાઈ કોળી,જીતેશ મગનભાઈ કોળી,ને ૩૦૦૦૦ રોકડ સાથે ઝડપી પડ્યા છે.વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.તેમજ ટંકારા પોલીસે અશાબાપીરની દરગાહ પાસે ઈમરાનભાઈના મકાન નજીક જાહેરમાં જુગાર રમતા ઇમરાન હબીબભાઈ,ઈબ્રાહીમ સુમરા,હાજી ઉર્ફે મુનો હુશેનશા,અનીશ રહીમ શેરથીયા,ગુલશા મહેબુબશા,અમજત હુશેનભાઈ અને તોફીક હબીબભાઈ માકડિયાને ૩૦૦૦ની રોકડ સાથે ટંકારા પોલીસે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat