મોરબીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિગ્વીજયસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું

મોરબીના મોટી વાવડી ગામના વાતની દિગ્વીજયસિંહ જાડેજા જામનગર જીલ્લામાં ભરતી બાદ ધ્રોલ,રાજકોટ,પડધરી,મોરબી તાલુકા અને ગોંડલ અને હાલ મોરબી પોલીસ અધિક્ષક  મોરબી જીલ્લાનાં ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.તેઓએ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ૩૨ વર્ષની સર્વિસ દરમિયાન અનેક પસંશનીય કામગીરી કરવા બદલ તેઓને અત્યાર સુધીમાં ૫૭ ઇનામો અને રોકડ રૂ.૨૦૬૦ મેળવેલ છે.ઉપરાંત વ્રુક્ષપ્રેમી કર્મચારી છે તેઓએ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ કચેરી ખાતે તેમજ પોલીસ અધિક્ષક મોરબી ખાતે સુંદર બાગ-બગીચા તૈયાર કરી વ્રુક્ષો વાવી તેનું જતન કરી પ્રસંશનીય કામગીરી કરવા બદલ ૧૫ ઓગસ્ટે તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.