Billboard ad 1150*250 Billboard ad 1150*250

કચ્છ થી કોડીનાર જતી ૨ શકાસ્પદ અબોલ પશુ ભરેલા વાહનો મોરબી ગૌ રક્ષકો રોક્યા :

પશુઓને ગૌશાળા લઈ જતા હોવાથી પોલીસે બને વાહન મુક્ત કર્યા

મળતી વિગતો મુજબ  કચ્છ તરફથી મોટા-મોટા બે ટ્રેલર ટ્રકમાં ગૌવંશ ભરાઈને નીકળ્યા હોવાની બાતમી શિવસેના મોરબી અને ગૌરક્ષકોને મળતા હાઇવે પર વોચ ગોઠવતા કચ્છ હાઇવે પરથી ટ્રક નંબર જીજે32ટી3809 અને જીજે 32 ટી 3600 નંબરના ટ્રકમાંથી ઠાંસી ઠાંસી ને ભરેલા 39 ગૌવંશ મળી આવ્યા હતા અને શિવસેનાના આગેવાનો અને ગૌ રક્ષકો દ્વારા કચ્છથી કોડીનાર લઈ જવાય રહેલી 37 ગાયો ભરેલી શંકાસ્પદ ટ્રકને હાઇવે પરથી પકડી પોલીસ હવાલે જેને પગલેશિવસેનાના દિગુભા ઝાલા,કમલેશભાઈ બોરીચા,નિલેશભાઈ સહિતના અગેવાનોએ બંને ટ્રક બી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા. સરકારી નીતિ નિયમો નેવે મૂકી અમાનવીય રીતે બંને ટ્રકમાં ભરવામાં આવેલા પશુઓ કચ્છના ડગારા ગામમાંથી ભરવામાં આવ્યા હોવાનું અને જે દાખલો ટ્રક ચાલક પાસેથી મળ્યો તેમાં 41 ગૌવંશ દર્શાવ્યાનું જણાવાયું છે પરંતુ ટ્રકમાં 37 ગાયો હોવાનું શંકાસ્પદ લાગ્યું હતું.આ મામલે પોલીસ અને શિવસેનાના આગેવાનો પર ટ્રકને મુક્ત કરવા ટોચના રાજકીય માથાઓના ફોન આવી રહ્યા હોય ખુદ જિલ્લા પોલીસવડા પણ બી ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા.દરમિયાન આ અંગે બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધતા હજુ સુધી ગુન્હો દાખલ ન થયો હોવાનું અને કોડીનાર ગૌ શાળા દ્વારા ગાયો મંગાવી હોવાનું લખાણ આવ્યું હોવાનું જણાવ્યું હતું.

 

અંતે  શિવસેના,ગૌરક્ષકો અને પાસના આગેવાન મનોજભાઈ પનારા સહિતના અગ્રણીઓ આ ગૌવશની હેરફેર ગેરકાયદે હોવાથી ગુન્હો નોંધવા અંગે પોલીસ મથકે ભેગા થયા હતા પરંતુ છેલ્લે કોડીનાર ભાજપ અગ્રણી દિનુભાઈ બોઘાભાઈ સોલંકીની ગૌશાળામાં ગાયો લઇ જવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ બનતા અંતે બંને ટ્રકને પોલીસે મુક્ત કરી હતી

 

 

Comments
Loading...
WhatsApp chat