




તાજેતરમાં અર્જુનનગરથી વાધરવા ગામ તરફ જતા કાચા માર્ગ પરથી રામજીભાઈ સવાભાઈ ડાંગરને એક થેલી મળી આવી હતી, જેમાં રોકડ રૂપિયા અને કિંમતી ઘરેણા હતા. કોઈપણ પ્રકારના લોભ વગર રામજીભાઈએ આ સમગ્ર મુદ્દામાલ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં જઈને ઈમાનદારીપૂર્વક સોંપી દીધો હતો.
પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા આ મુદ્દામાલ વાધરવા ગામના વતની અને હાલ વિજયનગર, મોરબી ખાતે રહેતા કાળુભાઈ હીરાભાઈ સોરીયાનો હોવાનું જણાયું હતું. પોલીસે ખરાઈ કર્યા બાદ રામજીભાઈની ઉપસ્થિતિમાં આ કિંમતી મુદ્દામાલ તેના મૂળ માલિક કાળુભાઈને સોંપી દીધો હતો.
