

વસુંધરા ગામમાં ૪૬ વર્ષીય આધેડ ભડીયાના ઓપર પરથી પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
મૂળ ભરૂચ જીલ્લાના વતની હાલ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે પાવન સ્ટોન ક્રશરમાં કામ કરતા મહેશભાઈ શંકરભાઈ સાગઠીયા (ઉ.વ.૪૬) નામના આધેડ ગત તા. ૦૧ ના રોજ ભડીયાના ઓપર ઉપર ઉભા હતા અને અચાનક આચકી આવતા અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે