હળવદના ભલગામડામાં ગાયના વાછરડા બાબતે બે જૂથ બાખડ્યા, સામસામી પોલીસ ફરિયાદ

 

ભલગામડા ગામે ગાયના વાછરડા બાબતે બે પક્ષને બોલાચાલી થયા બાદ છુટા હાથની મારામારી થઇ હતી બંને પક્ષે લાકડી અને ધોકા વડે મારામારી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

હળવદ તાલુકાના ભલગામડાના રહેવાસી ધીરાભાઈ અમરશીભાઈ ઉધરેજાએ આરોપીઓ દિનેશ ગોવિંદ ઉધરેજા, રતન ધરમશી ઉધરેજા, રવિ દિનેશ ઉધરેજા, હકા ગોવિંદ ઉધરેજા, સિંધા કેશા ઉધરેજા રહે બધા ભલગામડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી દિનેશ સાથે સાંજે વાડીએ ગાયના વાછરડા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપીઓ ગાળો આપી લાકડી વડે માથામાં ધીરાભાઈને ઈજા કરી તેમજ ફરિયાદીના ભાઈ નરશીભાઈને ડાબા હાથે લાકડીનો ધોકો મારી ઈજા કરી હતી તેજ ફરિયાદીના ભાઈ રાજુભાઈને લાકડાના ધોકા વડે ફ્રેકચર ઈજા કરી હતી

 

સામાપક્ષે દિનેશભાઈ ઉર્ફે રાણો ગોવિંદભાઈ ઉધરેજાએ આરોપીઓ ધીરૂભાઈ અમરશીભાઈ ઉધરેજા, નરશીભાઈ અમરશીભાઈ ઉધરેજા, રાજુભાઈ અમરશીભાઈ ઉધરેજા, જીતેશ અમરશીભાઈ ઉધરેજા રહે બધા ભલગામડા વિરુદ્ધ ફરિયદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી ધીરૂભાઈ સાથે વાડીમાં વાછરડા બાબતે બોલાચાલી થઇ હતી જે પોલીસ કેસ કરવાનું કહેતા સમજાવવા જતા ગાળો આપી ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર ઈજા કરી તેમજ માથાના ભાગે મુંઢ ઈજા કરી હતી તેમજ હકાભાઇને મોઢામાં ઈજા કરી રવિભાઈને પગમાં ઈજા કરી સીન્ધાભાઈ અને રતનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.