ટંકારા ઓવરબ્રિજ નજીક ટ્રેલર અને કાર અથડાયા, કારના બંને દરવાજા અને બમ્પરમાં નુકશાન

 

ટંકારા ઓવરબ્રિજ ઉતરતા અકસ્માત સર્જાયો હતો ટ્રેલર ચાલકે કારને પાછળથી ઠોકર મારી હતી જે ટક્કરમાં કારના બંને દરવાજા તેમજ બમ્પર, હેડર અને ડોર હેન્ડલમાં નુકશાન થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

રાજકોટ ધ વન વર્લ્ડ ઓલ સોસાયટી, અયોધ્યા ચોક પાસે રહેતા રમેશભાઈ કાળુભાઈ નમેરા (ઉ..૭૧) વાળાએ ટ્રેલર જીજે ૩૯ ટી ૧૨૫૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રેલર ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા ઓવરબ્રિજ ઉતરતા રોડ પર ફરિયાદીની હોન્ડા અમેજ કાર જીજે ૦૩ કેપી ૩૦૬૦ વાળીને પાછળ ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગાડીના જમણી સાઈડ બંને દરવાજા, આગળના બમ્પર, હેન્ડર અને ડોર હેન્ડલના ભાગે નુકશાન થયું હતું ટંકારા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.