મોરબીની અનુપમ સોસાયટીમાં કાર સળગાવી દેનાર અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ  

 

           શહેરના રવાપર રોડ પર અનુપમ સોસાયટીમાં પાર્કિંગમાં રાખેલ કારમાં અજાણ્યા ઇસમોએ આગ લગાવી દીધી હતી જે બનાવ મામલે પોલીસે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

 

            મોરબીના નરસંગ ટેકરી સામે અનુપમ સોસાયટી બહુચર કૃપા અક્ષરધામ એપાર્ટમેન્ટ પાસે રહેતા ભાવેશભાઈ પ્રાગજીભાઈ બોપલીયા (ઉ.વ.૪૩) વાળાએ અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૧૦ ના રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ફરિયાદીની બ્રેઝા કાર જીજે ૩૬ એજે ૫૨૧૨ વાળીમાં અજાણ્યા બે ઇસમોએ કોઈ જવલનશીલ પદાર્થ ફેંકી ગાડીમાં આગ લગાવી આશરે ત્રીસ હજાર રૂપિયાનું નુકશાન કર્યું હતું સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.