

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા શ્રધ્ધાના પ્રતિક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા મંદિરના પ્રાંગણમાં છેલ્લા ૨૬ વર્ષે એક સેવાનાં ભાવથી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મંડળનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ દર વર્ષેની જેમ પરંપરાગત આયોજન કરવામાં આવ્યું છે આ ગરબીમા ૭૫થી વધુ બાળાઓમાં નવદુર્ગાની ભક્તિ આરાધના કરી અવનવા રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે
આજના અર્વાચીન દાંડીયા યુગમાં પ્રાચીન પરંપરા જાળવતા શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મંડળમાં પ્રાચીન ગરબાની રમઝટ જાણીતા ભજનિક અને લોકપ્રિય ગાયક રિટાબેન ગોસ્વામીના ગરબાના સુરે દીકરીઓ ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરી રહી છે આ ગરબીમા થતી દાનની આવક શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા યોજાતા ગરીબ-મધ્યમ વર્ગની દિકરીના સમુહ લગ્નને સેવાકાર્યમા વાપરવામાં આવે છે


